રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો
લગ્નમાં પ્રિવિડિંગ, હલ્દી રસમ અને સગાઇમાં રીંગ શેરીમની પર પ્રતિબંધ; પાલનપુર ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી.જેમાં સમાજના 25 માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાની સાથે લગ્નોમાં વિવિધ રસમો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ બંધ કરી સાદગીથી લગ્ન પ્રસંગો યોજવાનો સર્વાનુમતે ઠરાવ કરવામા આવ્યો હતો. તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી જેમા સમાજના 25 માં સમૂહલગ્નની નવીન કમિટીની રચના કરી ભરતભાઈ ઘચેલિયાને બીજીવાર સમુલગ્નના પ્રમુખની જવાબદારી આપી 25 માં સમૂહલગ્નની 22 ફેબ્રુઆરી 2026 રજત જયંતી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમાજની 111 દીકરીઓ સમુલગ્નમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે લગ્નો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ અટકાવવા માટે સમાજમાં લગ્ન પ્રસંગે પ્રિવીડિંગ અને હલ્દી રસમ તેમજ સગાઈમાં રિંગ શેરીમની જેવી પ્રથા પર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમા લેવાયો હતો અને સમાજના ન્યાય સમિતિના પ્રમુખ મોહનભાઈ પ્રજાપતિએ સમાજના ભાઈઓમાં જમીન બાબતે તકરાર થાય તો કોર્ટે કચેરીના પગથિયાં ચડવાના બદલે સમાજના આગેવાનોની મધ્યસ્થીથી તકરારનું નિવારણ લાવવા અપીલ કરી હતી જેને સો સમજબંધુઓએ વધાવી લીધી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર