રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 સપ્ટેમ્બર, 2026| Super Admin

કુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

મંદિરમાં માટીની પાણી ભરેલી માટલી મૂકવાની પરંપરા જળવાઈ; રઘુવંશી અને લોહાણા સમાજ દ્વારા ઠંડા ભોજન સાથે પર્વની ઉજવણી

ડીસા તાલુકાના કુંપટ ગામે શ્રાવણ વદ સાતમના પવિત્ર પર્વ શીતળા સાતમ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શીતળા માતાજીના દર્શન અને પૂજન માટે કુંપટ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શીતળા સાતમના પર્વ સાથે જોડાયેલી પરંપરા મુજબ મંદિરમાં માટીની પાણી ભરેલી માટલી મૂકવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ વિવિધ માનતાઓ રાખી માતાજીની આરાધના કરી હતી. બાળકોથી લઈને વડીલો સુધીના લોકો ઉત્સાહભેર પર્વની ઉજવણીમાં જોડાયા હતા. કુંપટ ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. જોકે શ્રાવણ વદ સાતમના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચે છે.

રઘુવંશી સમાજ દ્વારા શીતળા સાતમ નિમિત્તે તળાવનું પૂજન કરી પરંપરા જાળવી રાખવામાં આવી હતી. સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહી ઠંડું ભોજન આરોગ્યું હતું. શ્રી અખિલ લોહાણા સમાજ ડીસા દ્વારા પણ શીતળા સાતમની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં. લોહાણા સમાજના લોકો શીતળા માતાના મંદિરે એકત્રિત થઈ માતાજીની આરાધના કરી ઠંડો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર