બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ ચોમાસા દરમિયાન નવા પાણીની આવક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થયા હોવા છતાં, દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 26.22 ટકા જ જળજથ્થો ઉપલબ્ધ છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.ડેમમાં બચેલો આ જળજથ્થો મુખ્યત્વે પીવાના પાણી માટે જ ઉપયોગી બની શકે તેમ છે. સિંચાઈ માટે પાણી છોડવાની કોઈ શક્યતા ન હોવાથી જિલ્લાના ખેડૂતોમાં રવિ પાકના વાવેતર અંગે ચિંતા જોવા મળી રહી છે.મળતી માહીતી મુજબ સત્તાવાર આંકડા પ્રમાણે, દાંતીવાડા ડેમની હાલની જળસપાટી 570.55 ફૂટ (173.50 મીટર) છે. ડેમની કુલ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 399.66 એમસીએમ સામે હાલમાં માત્ર 104.631 એમસીએમ પાણી જ ઉપલબ્ધ છે, જે કુલ ક્ષમતાના 26.22 ટકા થાય છે.સામાન્ય રીતે, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલો ધનારી ડેમ છલકાય અને અંબાજી પંથક તેમજ બાલારામ નદી પટ વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે દાંતીવાડા ડેમમાં નવા પાણીની મોટી આવક થાય છે. જોકે, ચાલુ વર્ષે આ તમામ સ્ત્રોતોમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ડેમમાં પાણી આવવાનું બંધ રહ્યું છે.
દાંતીવાડા ડેમ બનાસકાંઠાના 110થી વધુ ગામોના ખેડૂતો માટે સિંચાઈનું મુખ્ય સ્ત્રોત છે, જે કેનાલ નેટવર્ક દ્વારા હજારો હેક્ટર જમીનને પાણી પૂરું પાડે છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, આગામી રવિ પાકના વાવેતર પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.હાલ ખેડૂતોની નજર હવે અંબાજી પંથક અને રાજસ્થાનના ઉપરવાસ વિસ્તારોમાં પડનારા વરસાદ પર ટકેલી છે. પૂરતો વરસાદ થાય તો જ ડેમમાં નવા પાણીની આવક શક્ય બનશે અને ખેડૂતોને રાહત મળશે, અન્યથા પાણી સંકટ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક માત્ર 26.22 ટકા
દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક માત્ર 26.22 ટકા

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
1 મહિના પહેલા
