બે દિવસ અગાઉ સાંજે આઠેક વાગ્યાના સુમારે હિંમતનગરના ગાંભોઈ પંથકના ગામની 14 વર્ષીય સગીરાને ત્રણ નરાધમો ઉઠાવી ફોસલાવીને ખેતરમાં લઈ ગયા હતા દુષ્કર્મ આચર્યું હતું.ગભરાઈ ગયેલ સગીરા પરત ઘેર જતાની સાથે જ રડવા માંડતા પરિવારજનોએ કારણ પૂછતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. પરિવારે ગાંભોઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. મામલાની ગંભીરતાને લઈ પોલીસે ભોગ બનનાર સગીરાના નિવેદન આધારે તપાસ હાથ ધરતાં ત્રણેય નરાધમ ગામ છોડીને ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું. ગાંભોઈ પીઆઈ જે.એમ. રબારીએ જણાવ્યું કે ભોગ બનનારે જણાવેલ ત્રણેય આરોપી સુનિલસિંહ (26) રવિસિંહ (22) અને રીતેશસિંહ (28) ને ઝડપી દુષ્કર્મ કર્યાની કબૂલાત બાદ મંગળવારે ખેતરમાં ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરતાં દુષ્કર્મીઓ હાથ જોડતાં નજરે પડ્યા હતા.
ગુનાનું રિકન્સ્ટ્રક્શન : હિંમતનગરની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રણેય નરાધમોને ઘટના સ્થળે લઇ જવાયા

ટેગ્સ:#Himmatnagar#Minor Girl#Crime Reconstruction#Kidnapped#seriousness#Gambhoi Police#gang-raped#reconstructing
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના ગ્રામસેવકો મેદાને: માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરનું કડક પગલું: પોળો જંગલમાં ભારે વાહનો અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં વેપારીઓની મૌન હડતાળ: અધૂરા વિકાસકામો અને સમસ્યાઓને લઈ દુકાનો રાખી બંધ
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
6 દિવસ પહેલા
