રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને

ચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અને સક્રિય સર્વેલન્સને વધુ મજબૂત બનાવવા માટે  ICMR પુડુચેરીની રાષ્ટ્રકક્ષાની વિશેષ ટીમ દ્વારા પોશીના તાલુકાના દેમતી ગામ તથા ગણેર વિસ્તારમાં ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા વનબંધુ છુટાછવાયા વિસ્તારના ગણેર ગામમાં 7 મકાનોમાં સંશોધનાત્મક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન કુલ 104 સેન્ડ ફ્લાય (Sand Fly)ના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

 આ નમૂનાઓ ચાંદીપુરા વાયરસના પ્રસાર અને વેક્ટર ડાયનામિક્સના વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાષ્ટ્ર કક્ષાએથી આવેલી આ ટીમમાં કુન્તલ દે (Project Technical Support), મુનીશ અને દશરથદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વેલન્સ પ્રવૃત્તિ દ્વારા વિસ્તારમાં સેન્ડ ફ્લાયના ઘનત્વ, પ્રજનન સ્થળો અને માનવ સંક્રમણ વચ્ચેના સંબંધનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે ભવિષ્યમાં રોગ નિયંત્રણાત્મક પગલાં માટે માર્ગદર્શનરૂપ બનશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસ સામે સઘન સર્વેલન્સ, વેક્ટર નિયંત્રણ અને જનજાગૃતિની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આ સાથે તેમણે તમામ પ્રજાજનોને વિનંતિ કરતા અપીલ કરી છે કે ઘર અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવવી, મકાનની દિવાલોમાં પડેલી તિરાડો કે છિદ્રો પૂરી દેવા, રાત્રે સુવા માટે મચ્છરદાનીનો ફરજિયાત ઉપયોગ કરવો, બાળકોને આખા શરીરને ઢાંકે તેવા સંપૂર્ણ કપડાં પહેરાવવા અને બહાર રમતી વખતે પૂરતી સાવચેતી રાખવી. જો કોઈ પણ વ્યક્તિમાં તાવ, ઊલટી, માથાનો દુખાવો કે ચાંદીપુરાને લગતા શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. નાગરિકો આરોગ્ય વિભાગના માર્ગદર્શનોનું ચુસ્તપણે પાલન કરી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર