ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલે રાજીનામા અંગે કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના ખરાબ પરિણામની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલ્યું છે. નવી વરણી ના થાય ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ પદનો કાર્યભાર શૈલેષ પરમાર સંભાળશે.
શૈલેષ પરમાર સંભાળશે; શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કાર્યકર્તા બનીને પાર્ટીનું કામ કરતો રહીશ. પેટા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક છે. મેં હાઈકમાન્ડને મારૂ રાજીનામું મોકલી આપ્યું છે. જ્યાં સુધી પ્રદેશ પ્રમુખની નવી નિમણૂંક ના થાય ત્યાં સુધી કાર્યભાર ધારાસભ્ય શૈલેષ પરમાર સંભાળશે. જિલ્લાના કાર્યકર્તાઓના મત આધારે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#election results#Political Changes#Assembly By-elections#Shaktisinh Gohil#Gujarat Congress#State President Resignation#Party Responsibility#Shailesh Parmar#Interim Leadership#High Command#District Presidents#Organization Creation Campaign#Congress Party Strategy
સંબંધિત સમાચાર
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
2 દિવસ પહેલા
ગુજરાતગાંધીનગરમાં ભાજપ ફરી નંબર 1 બન્યું
3 દિવસ પહેલા
