રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય21 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પેપર લીક મુદ્દે કોંગ્રેસનો પીએમ આવાસ નજીક વિરોધ, અનેક નેતાઓની અટકાયત

પેપર લીક મુદ્દે કોંગ્રેસનો પીએમ આવાસ નજીક વિરોધ, અનેક નેતાઓની અટકાયત

જંતર-મંતર પર CJPનું પ્રદર્શન યથાવત

નવી દિલ્હી: પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે મંગળવારે પીએમ આવાસ નજીક વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ધરણા પર બેઠા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સહિત અનેક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસનું આ પ્રદર્શન અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું અને નેતાઓ પીએમ આવાસથી આશરે 100 મીટર દૂર પહોંચ્યા બાદ જ મીડિયાને તેની જાણ કરવામાં આવી હતી.

વિરોધ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું : કે પેપર લીક મામલે જવાબદારી નક્કી થવી જોઈએ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ઉપરાંત વડાપ્રધાન તથા ગૃહમંત્રીએ રાજીનામું આપી વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ. બીજી તરફ, જંતર-મંતર પર CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે, જેમાં હજારો લોકો જોડાયા છે. CJPના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું કે સરકાર અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી સામે વિરોધ નોંધાવવા માટે તેઓ સંસદ માર્ચ હાલ મોકૂફ રાખી રહ્યા છે.

આ દરમિયાન સામાજિક કાર્યકર સોનમ વાંગચુક 24મા દિવસે પણ ઉપવાસ પર છે. તેમણે જણાવ્યું કે પોલીસની કાર્યવાહી બાદ તેઓ પોતાનો ઉપવાસ ચાલુ રાખશે. દિલ્હી હાઈકોર્ટે તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેમના સારવાર માટે વિશેષ ડોક્ટરોની પેનલ બનાવવાના પણ નિર્દેશ આપ્યા છે. બીજી તરફ, NDA સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના મુદ્દે રાજકીયકરણ ન કરવાની અપીલ કરતાં જણાવ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કડક સજા મળશે.

સંબંધિત સમાચાર