રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ કલેક્ટરે સંકલનની બેઠક બોલાવી

પાટણમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ કલેક્ટરે સંકલનની બેઠક બોલાવી

​વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના હકારાત્મક અભિગમથી મંદિર ટ્રસ્ટે સંતોષ વ્યકત કર્યો

આગામી તા.16 જુલાઈના રોજ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની 144 મી ઐતિહાસિક અને પરંપરા

ગત રથયાત્રાના સુચારૂ આયોજન સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન માટે સોમવારે પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠક પૂર્વે પાટણના પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એ મંદિરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ રથયાત્રા સમિતિ સાથે પરામર્શ કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા અને સમગ્ર રૂટની બારીકાઈથી ચકાસણી કરી હતી. ઉચ્ચ અધિકારીઓની આ સક્રિય કામગીરીથી શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો.

57.jpg 143.65 KB
સોમવારે મળેલી આ સંકલન બેઠકમાં રથયાત્રા સમિતિના પ્રમુખ અને શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પીયૂષભાઈએ રથયાત્રામાં ઉમટી પડતા આશરે બે લાખ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુખાકારી માટે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે લેખિતમાં 16 જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ તંત્ર સમક્ષ મૂક્યા હતા. જેમાં રથયાત્રાના માર્ગનું સમારકામ,નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપવી,સ્પીડ બ્રેકર દૂર કરવા,સંવેદનશીલ વિસ્તારોમાં સી.સી.ટી.વી. અને ડ્રોન સર્વેલન્સ ગોઠવવું, જર્જરિત ઈમારતો અને રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ લાવવું,તેમજ ટ્રાફિક ડાયવર્ઝન અને અવિરત વીજ પુરવઠા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

​જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ તમામ સૂચનોને ખૂબ જ હકારાત્મક રીતે સ્વીકાર્યા હતા. અને રથયાત્રા દરમ્યાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તથા રથયાત્રા સમયસર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ઉપસ્થિત તમામ વિભાગોના અધિકારીઓને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.


Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર