રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય26 મે, 2026| Super Admin

CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹૨નો ધરખમ વધારો, પેટ્રોલ-ડીઝલ પણ ભડકે બળ્યા

CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹૨નો ધરખમ વધારો, પેટ્રોલ-ડીઝલ પણ ભડકે બળ્યા

નવી દિલ્હી: ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના માર્કેટમાં લાગેલી આગની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા આજે મંગળવાર, ૨૬ મેના રોજ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹૨નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં સીએનજીના ભાવમાં આ ચોથો વધારો છે, જેના કારણે દિલ્હી-NCR સહિતના મોટા શહેરોમાં વાહનચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

દિલ્હી અને NCRના શહેરોમાં હવે આ મુજબ રહેશે નવા રેટ્સ:
દિલ્હી:
સીએનજીની કિંમત ₹૮૧.૦૯ પ્રતિ કિલોથી વધીને હવે ₹૮૩.૦૯ થઈ ગઈ છે.

નોઇડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડા: ગ્રાહકોએ હવે સીએનજી માટે પ્રતિ કિલો ₹૯૧.૭૦ ચૂકવવા પડશે.

ગુરુગ્રામ: અહીં સીએનજીનો નવો ભાવ વધીને ₹૮૮.૧૨ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ભડકો
માત્ર સીએનજી જ નહીં, પરંતુ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ એક જ મહિનામાં ચોથી વખત મોટો વધારો કર્યો છે. ગઈકાલે જ કંપનીઓ દ્વારા પેટ્રોલ ₹૨.૬૧ પ્રતિ લિટર અને ડીઝલ ₹૨.૭૧ પ્રતિ લિટર મોંઘું કરવામાં આવ્યું હતું. આ ઝટકા બાદ દેશની રાજધાની દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ₹૧૦૨.૧૨ અને ડીઝલની કિંમત ₹૯૫.૨૦ ના સ્તરે પહોંચી ગઈ છે.

ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર થતાં કંપનીઓ દબાણમાં
રાજકીય વિશ્લેષકો અને તેલ કંપનીઓના જણાવ્યા મુજબ, ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ તે પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કૂવા ના તેલ)નો ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલ હતો, જે હવે ઉછળીને ૧૦૦ ડોલર પ્રતિ બેરલ ને પાર પહોંચી ગયો છે. આ આંતરરાષ્ટ્રીય ભાવવધારાના કારણે તેલ કંપનીઓ ભારે આર્થિક દબાણ હેઠળ હતી અને નુકસાનની ભરપાઈ કરવા માટે આ ભાવવધારો ઝીંકવો પડ્યો છે. જો વૈશ્વિક તેજી લાંબો સમય ચાલશે તો આગામી દિવસોમાં ઇંધણ હજુ વધુ મોંઘું થવાની ભીતિ છે.

CNG ગાડીઓનું વેચાણ ૫૦% વધ્યું હતું, હવે ગણિત બગડશે?
રસપ્રદ વાત એ છે કે, પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવોને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ભોપાલ જેવા શહેરોમાં સીએનજી ગાડીઓનું વેચાણ ૫૦% સુધી વધી ગયું હતું અને શોરૂમમાંથી દરરોજ ૧૦ થી ૧૫ સીએનજી ગાડીઓ વેચાઈ રહી હતી. વધુ એવરેજ અને સસ્તા ઇંધણના કારણે લોકો આ તરફ વળ્યા હતા, પરંતુ હવે સીએનજીમાં પણ સતત થઈ રહેલા ભાવવધારાથી મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

સંબંધિત સમાચાર