ગુજરાત8 મે, 2025
ધોરણ 10નું પરિણામ જાહેર; બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 89.29%

ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થયું છે જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની GSEB.ORG વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ સાથે ફેબ્રુઆરી-માર્ચ 2025 માં ધોરણ 10ની લેવાઈ હતી પરીક્ષા તેમજ સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિધાર્થીઓ વોટ્સઅપ નં. 6357300971 પર પરિણામ મેળવી શકશે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83.08 ટકા; મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું છે, ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11% અને સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% આવ્યું છે. સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા છે.સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા અને 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 છે.
30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળા 201 છે. ધોરણ 10માં અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા, ધોરણ 10માં હિન્દી માધ્યમનું પરિણામ 76.47 ટકા નોંધાયું છે. Gujarat બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 89.29%, ધોરણ 10નું પરિણામ જાહરે થતાં આ વર્ષે 89.29 % સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 % સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 % પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 % પરિણામ આવ્યું છે. 201 સ્કૂલોમાં 30%થી ઓછું પરિણામ આવ્યું છે. જ્યારે ઝીરો % પરિણામ વાળી સ્કૂલો 45 છે.
ટેગ્સ:#Banaskantha District#Gujarat Secondary Education Board#academic performance#Class 10 Results#Examination Results 2025#Kheda District#School Performance Statistics#Medium of Instruction Results#GSEB.ORG#WhatsApp Result Notification#Percentage Increase#Educational Achievements#Schools with 100% Results#Low Performing Schools#Sanskrit Pratham Examination
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
1 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
3 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
3 દિવસ પહેલા
