રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા22 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઇડરના ચિત્રોડા ગામે PMAY-G હેઠળ ૨૦ લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો સાથે સ્થળ પર જ કબજો સોંપાયો

ઇડરના ચિત્રોડા ગામે PMAY-G હેઠળ ૨૦ લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો સાથે સ્થળ પર જ કબજો સોંપાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની ચિત્રોડા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ૨૦ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો વિતરણ કરી સ્થળ પર જ પ્લોટનો ભૌતિક કબજો સોંપવાનો  કાર્યક્રમ યોજાયો હતો. 

ઇડરના તાલુકા વિકાસ અધિકારી ભરત એન.ચૌધરીની ઉપસ્થિતિમાં આ સણદ વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીશ્રીએ લાભાર્થીઓને સ્થળ પર પ્લોટનો કબજો સુપ્રત કરી પોતાના સ્વપ્નનું પાકું ઘર નિર્માણ કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે રાજ્યનો દરેક પાત્રતા ધરાવતો અને ઘરવિહોણો પરિવાર પોતાની છત મેળવી શકે. મફત પ્લોટની આ ફાળવણીથી લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું પાકું મકાન બનાવવામાં નોંધપાત્ર સરળતા રહેશે અને તેમના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો આવશે.  આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ગ્રામજનો તથા  લાભાર્થીઓ હાજર રહ્યા હતા.  કાર્યક્રમ દરમિયાન પ્લોટની સણદ તેમજ કબજો મળતા જ લાભાર્થીઓએ સરકારશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર