રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય26 જૂન, 2026| Super Admin

કેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદા

કેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદા

કેન્દ્ર સરકારે દેશમાં પ્રવર્તતા ગેસ સંકટની સ્થિતિમાં સુધારો જોતાં, કોમર્શિયલ LPG સિલિન્ડરના સપ્લાય પર લાગેલા તમામ ક્ષેત્રવાર પ્રતિબંધોને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે. હવેથી કોમર્શિયલ ગેસનો ૧૦૦% સપ્લાય ફરી શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, દેશમાં ઘરેલું સ્તરે LPGના ઉત્પાદનમાં થયેલો સુધારો અને વિદેશથી આવનારા LPG કાર્ગો સમયસર ભારત પહોંચવાની અપેક્ષાને કારણે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારે અગાઉ સંકટ સમયે ઉદ્યોગો માટે સંપૂર્ણપણે રોકવામાં આવેલી બલ્ક એલપીજીની સપ્લાયને પણ પ્રી-ક્રાઇસિસ લેવલના ૫૦% સુધી પુનઃસ્થાપિત કરી દીધી છે, જેનાથી મોટા ઔદ્યોગિક ગ્રાહકોને ખૂબ મોટો ફાયદો થશે. સપ્લાય ચેઇનમાં સુધારો થતાં હવે પેટ્રોકેમિકલ અને અન્ય ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોને તેમનો જૂનો કોટા પાછો મળી શકશે, જેનાથી રિલાયન્સ જેવી મોટી કંપનીઓને મોટી રાહત મળી છે. જોકે, સરકારે આ છૂટછાટ આપવા સાથે એક કડક શરત પણ મૂકી છે કે, દેશમાં ઘરેલું એટલે કે ઘરવપરાશના એલપીજીની ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડવી જોઈએ અને દૈનિક ઉત્પાદન ઓછામાં ઓછું ૪૦,૦૦૦ ટન જળવાઈ રહેવું જોઈએ. 

સંબંધિત સમાચાર