રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 ફેબ્રુઆરી, 2025| Super Admin

અંબાજી ના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવવને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે ખૂલ્લો મૂક્યો

અંબાજી ના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવવને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે ખૂલ્લો મૂક્યો
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ના ગબ્બર તળેટી માં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરો ના દર્શનનો લાભ મળે તેને લઇ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વખન ને સાકાર કરતુ ધાર્મિક સ્થળ બન્યું છે 2014 માં વિવિધ દેશ વિદેશમાં સ્થાપિત થાયેલા હોય તેજ પ્રકાર ના મંદિરોની સ્થાપના સાસ્ત્રોક વિધિ પ્રમાણે ગબ્બરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ શક્તિપીઠ મંદિરો ની પરિક્રમા નું પણ આયોજન હાથ ધરાયુ છે તેનો આજે પાટોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે દીપ પ્રગટાવી ને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો પ્રારંભ કરાવ્યો હતો જોકે આ પરિક્રમા મહોત્સવ ના પ્રારંભે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી એ ધ્વજા યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી આજે પરિક્રમા મહોત્સવ ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે જયારે આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસ ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદ ની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાતા ગબ્બર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ નુ કેન્દ્ર બન્યું છે.

સંબંધિત સમાચાર