દિલ્હીમાં ૧૮મા બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે સવારે સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. પુતિન દિલ્હીના ત્રણ દિવસના પ્રવાસે છે. ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ભારત મંડપમ ખાતે બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શરૂઆતમાં, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડા પ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. વાટાઘાટો પછી, પીએમ મોદી અને પુતિને બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દિલ્હીના ભારત મંડપમ ખાતે 45 મિનિટની મુલાકાત થઈ. મુલાકાત બાદ, બંને નેતાઓ એક જ કારમાં ઔદ્યોગિક પ્રદર્શન સ્થળ ગયા. તેમણે ભારત-રશિયા સંબંધો તેમજ મધ્ય પૂર્વ અને કાળા સમુદ્રની પરિસ્થિતિ પર ચર્ચા કરી. પુતિને મોદીને 24મા ભારત-રશિયા સમિટ માટે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું, જેને પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું.
'આજે BRICS 4 દેશોમાંથી 21 દેશોનો પરિવાર બની ગયો છે'

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઘરનું વીજળીનું બિલ 2 કરોડ 33 લાખ રૂપિયા જોઈ યુવકની તબિયત લથડી
6 કલાક પહેલા
રાષ્ટ્રીયરાયગઢના દિવેગર બીચ પર આઠ વિદ્યાર્થીઓ ડૂબી ગયા
6 કલાક પહેલા
રાષ્ટ્રીયફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત માછરને ગુજરાતનું સર્વોચ્ચ સન્માન મળશે
8 કલાક પહેલા
રાષ્ટ્રીયઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ 3 ઓક્ટોબરથી શરૂ થશે
8 કલાક પહેલા
