રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા1 જૂન, 2026| Super Admin

સાબરકાંઠા ભાજપમાં મોટો ભડકો: પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોનાં સામુહિક રાજીનામા

સાબરકાંઠા ભાજપમાં મોટો ભડકો: પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોનાં સામુહિક રાજીનામા

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી છે. પણ ભાજપના 19 માંથી 15 કોર્પોરેટરોએ સામૂહિક બળવો કરી રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, આ રાજીનામા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા થઈ નથી.પણ રાજીનામાંનો પત્ર વાયરલ થયો છે.

એક સાથે આટલી મોટી સંખ્યામાં સભ્યોના બળવાને કારણે ભાજપનું ઉચ્ચ સંગઠન પણ ચોંકી ઊઠ્યું છે. આ સાગમટે થયેલા વિરોધ પાછળના અસલી કારણો શું છે અને આ આખા પ્રકરણમાં પડદા પાછળથી કોણ દોરીસંચાર કરી રહ્યું છે ? તે જાણવા માટે સંગઠન દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાજપ સંગઠન દ્વારા આ આંતરિક વિખવાદને સત્ત્વરે અને શાંતિપૂર્વક થાળે પાડવા માટે ભારે કવાયત હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરપાલિકામાં પ્રમુખ પદની પસંદગી વખતે પણ શરૂઆતથી જ પક્ષના આંતરિક જૂથોમાં ભારે ખેંચતાણનો માહોલ હતો. એ સમયે દબાયેલો અસંતોષ હવે આ સામૂહિક રાજીનામાં સ્વરૂપે ઉગ્ર બનીને બહાર આવ્યો છે. આ ઘટનાથી પ્રાંતિજના સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આટલી મોટી સંખ્યામાં થયેલા આ બળવાને કેવી રીતે શાંત પાડે છે, નારાજ કોર્પોરેટરોને મનાવવા માટે શું પ્રયાસો થાય છે અને આ વિવાદનો આખરી અંત કેવો આવે છે ?પક્ષની અંદરની આ નારાજગી આગામી સમયમાં કેવું વળાંક લે છે ? તેના પર સૌની નજર મંડાયેલી છે.

ટેગ્સ:#bjp#sabarkantha#Prantij

સંબંધિત સમાચાર