રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ24 ઑગસ્ટ, 2026| Super Admin

શિહોરી-દિયોદર હાઈવે પર મોટા ખાડા: તંત્રની કામગીરી સામે સવાલો

શિહોરી-દિયોદર હાઈવે પર મોટા ખાડા: તંત્રની કામગીરી સામે સવાલો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પી.ડબલ્યુ.ડી. વિભાગ હસ્તકના શિહોરી-દિયોદર હાઈવે પર તાજેતરમાં તૈયાર કરાયેલા રોડમાં જ મોટા ખાડા પડી જતાં માર્ગની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

આકોલી નજીક રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતી દૃશ્યતા ન હોવાના કારણે આ ખાડાઓ ગંભીર અકસ્માતને નોતરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ, રોડનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હોવા છતાં ટૂંકા ગાળામાં રોડ પર ખાડા પડવા લાગ્યા છે, ત્યારે માર્ગ નિર્માણમાં વપરાયેલી સામગ્રી, કામગીરીની ગુણવત્તા અને કોન્ટ્રાકટર એજન્સીની કામગીરી અંગે તપાસ થવી જરૂરી બની છે.

રાત્રિના સમયે ઝડપથી પસાર થતા વાહનચાલકો માટે અચાનક ખાડો સામે આવી જવો જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આ ખાડાઓની તાત્કાલિક મરામત કરાવી રોડની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોની માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર