રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બહુચરાજી ચૈત્રી પૂનમનો મેળો: માઈભક્તોના સંઘોનું આગમન શરૂ, શક્તિપીઠ 'જય બહુચર'ના નાદથી ગુંજી ઉઠી

બહુચરાજી ચૈત્રી પૂનમનો મેળો: માઈભક્તોના સંઘોનું આગમન શરૂ, શક્તિપીઠ 'જય બહુચર'ના નાદથી ગુંજી ઉઠી

સમગ્ર ચુંવાળ પંથકમાં બોલ માડી બહુચર જય જય બહુચરના ગગનભેદી નારા માર્ગો પર ગુંજ્યા

ભવ્ય લોકડાયરા સહિત રંગારંગ સાંકૃતિક કાર્યક્રમ યોજાયા

બહુચરાજી ખાતે પરંપરાગત ત્રિ દિવસીય ચૈત્રી મેળો યોજાય શરૂ થઈ ગયો છે ત્યારે મેળામાં દૂર સદુરથી અનેક સંઘો, પદયાત્રીઓ માં બહુચરના દર્શને આવતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સમગ્ર ચુંવાળ પંથકમાં બોલ માડી બહુચર જય જય બહુચર ના ગગનભેદી નારા માર્ગો પર ગુંજી રહ્યા છે. 

ગુજરાતા રાજ્ય સહિત દેશભરમાંથી દર્શનાર્થીઓ બહુચરાજી દર્શન કરવા આવતા હોય છે. તેમાંય મોટી સંખ્યામાં સંઘ લઈને પદયાત્રાએ યાત્રીઓને આવતા હોય છે. રસ્તામાં માં બહુચર ના ગુણલા ગાતા ગાતા બહુચરાજી પહોંચીએ છે અને રસ્તામાં સેવા કેમ્પો દ્વારા ચા-નાસ્તા સાથેની સારી સગવડ મળી રહી છે. તંત્ર દ્વારા પણ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે રસ્તામાં મેડિકલ કેમ્પ સહિતની તંત્રએ સારી સગવડો ઊભી કરી છે જેથી સંઘ કે પદયાત્રીઓને કોઈ મુશ્કેલી પડતી નથી. આટલી ગરમી છે છતાં શ્રધ્ધાળુઓ શ્રદ્ધા પૂર્વક ચાલી રહ્યા છે કોઈ તકલીફ પડતી નથી અને વહીવટી તંત્ર દ્વારા બેચરાજીમાં યાત્રિકોની સુવિધાઓ માટે ખુબ સારી સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળામાં આજે મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં ભવ્ય લોક ડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિર દ્વારા વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. માયાભાઈ આહિર દ્વારા દુહા છંદની રમઝટ બોલાવીને યાત્રાળુઓને ભક્તિમાં મંત્રમૃગ્ધ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર