હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણ માસમાં શિવજીની અનોખી આરાધના કરી છે. તેમણે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવીને ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આ કલાકૃતિ આકાર લીધી છે. 10 બાય 8 ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં અર્ધ નારેશ્વરનું ચિત્ર બનાવ્યું છે. આ કલાકૃતિ બનાવવા માટે તેમણે સાત અલગ અલગ રંગોનો ઉપયોગ કર્યો છે. કુલ 12 કિલો રંગનો વપરાશ કરીને આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ કલાકૃતિ બનાવવા માટે છ કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલમાં આ અર્ધ નારેશ્વરની રંગોળી મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાના આ અનોખા પ્રયાસને લોકો દ્વારા ખૂબ સરાહના મળી રહી છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કલાકારની અનોખી શિવભક્તિ; શ્રાવણ મહિનામાં શિવજીની રંગોળી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#cultural significance#Community Engagement#Religious Devotion#Devotional Activities#Rangoli Art#Local Artists#Artistic Expression#Month of Shravan#Unique Devotion to Shiva#Ardha Nareshwar Representation#Colorful Artwork#Temple Attractions#Traditional Worship Practices
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
5 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
