બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર મફતપુરા વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

મેડિકલ ઓ.પી.ડી થકી સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોર-કિશોરીઓ તેમજ નાના બાળકોના આરોગ્યની કરાઈ તપાસ
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અનાવાડીયાના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર -૦૩ના તાબા હેઠળ આવતા વોર્ડ નંબર ૪ના મફતપુરા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.
અર્બન હેલ્થ ઓફિસર ડૉ.અર્ચનાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કેમ્પમાં મેડિકલ ઓ.પી.ડી થકી સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર-કિશોરીઓ તેમજ નાના બાળકોના આરોગ્યની તપાસ કરાઈ હતી. લેબોરેટરી ટેકનિશિયન દ્વારા લાભાર્થીઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિતોને સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં આરોગ્ય વિભાગના ડોકટર, કર્મચારીઓ, આશાબહેનો, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાચંડીસર GIDC: વીજ D.P.માં ભીષણ આગથી ફેક્ટરીમાં નાસભાગ
1 દિવસ પહેલા
બનાસકાંઠાજલોત્રામાં વ્યસનમુક્તિ કેમ્પ : ભાદરવી પૂનમના યાત્રાળુઓને વ્યસન છોડવાનો સંકલ્પ
1 દિવસ પહેલા
બનાસકાંઠા"વાડ જ ચીભડાં ગળે: પાલિકાના ખર્ચે ખાનગી પ્લોટની સફાઈ ભારે પડી!"
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરીથી જય અંબે પગપાળા સંઘનું અંબાજી તરફ પ્રયાણ
3 દિવસ પહેલા
