રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 માર્ચ, 2026| Super Admin

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ
ઉત્તર પ્રદેશની સગીરાના અપહરણની પિતાએ શંકા વ્યકત કરી ફરિયાદ નોધાવી પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ માંથી 14 વર્ષની એક સગીર કિશોરી ગુમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની આ દીકરી તેની માતાની પ્રસૂતિ સમયે હોસ્પિટલમાં હાજર હતી. ત્રણ દિવસથી ગુમ થયેલી કિશોરીનો પત્તો ન લાગતા તેના પિતાએ અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા ઉત્તર પ્રદેશના કાસગંજના શહબાજપુરના એક શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરીની માતાને પ્રસૂતિ માટે પાટણની ધારપુર સિવિલના પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. માતાએ આઠમા સંતાન તરીકે એક દીકરીને જન્મ આપ્યો હતો. માતાની સંભાળ રાખવા માટે આ મોટી દીકરી હોસ્પિટલમાં રોકાઈ હતી, જ્યારે તેના પિતા બીજી દીકરીની બીમારીના કારણે સિદ્ધપુરના કાલેડા ગામે ભઠ્ઠા પર ગયા હતા. 15 માર્ચના રોજ માતા નવજાત બાળકીને દૂધ પીવડાવવા માટે NICU વોર્ડ નંબર 19 માં લઈ ગઈ હતી અને મોટી દીકરીને બહાર બેસવાનું કહ્યું હતું.માતા બાળકીને દૂધ પીવડાવીને બહાર આવી ત્યારે મોટી દીકરી ત્યાં જોવા મળી ન હતી. તેની ઘણી શોધખોળ કરવા છતાં અને તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તે મળી ન હતી. બાદમાં કિશોરીના પિતાને જાણવા મળ્યું કે તેમના ઈંટના ભઠ્ઠા પર કામ કરતો ઉત્તર પ્રદેશનો મજૂર ઓમકાર સુખવીર સૈની તેમની દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. પિતાએ તેને ઠપકો આપ્યા બાદ તે પોતાના વતન જતો રહ્યો હતો. આથી પિતાને શંકા ગઈ કે ઓમકાર તેમની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો છે, અને તેમણે પાટણના રણુંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર