પાટણમાં સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ રસોડાના કામે ગયેલી એક દીકરી મળી, બીજીને અજાણ્યો શખસ ભગાડી ગયો હોવાની શંકા
તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
પાટણ તાલુકાના એક ગામની 16 વર્ષ અને 8 માસની સગીરાનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. જેમા સગીરાને રસોડાના કામ માટે બોલાવ્યા બાદ કોઈ અજાણ્યો ઇસમ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પાટણ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. સગીરાના પિતાએ કુણઘેરના એક શખ્સ સામે શંકા વ્યક્ત કરી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાટણ તાલુકાના એક ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની 16 વર્ષ 8 માસની દીકરી 23 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે આશરે 8:30વાગ્યે તેની બહેનપણીના ઘરે જવા નીકળી હતી. બહેન પણીએ ફોન કરીને રસોડાના કામ માટે પાટણ જવાનું હોવાનું જણાવી બે માણસોની માંગણી કરી હતી. આથી, દીકરી તેની નાની બહેન સાથે ત્યાં ગઈ હતી.
મોડી રાત સુધી બંને દીકરીઓ પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરતા નાની દીકરી મળી આવી હતી, પરંતુ મોટી દીકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી સાંજે રસોડાના કામે પાટણ જવાનું કહીને ખારીવાવડીથી નીકળી હતી.ત્યારબાદ તેનો મોબાઈલ નંબર પણ બંધ આવવા લાગ્યો હતો. સગીરાની શોધખોળ દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું કે તેમની દીકરી અને કુણઘેર ગામના ઠાકોર રાજુજી રંગુજી વચ્ચે પ્રેમ સંબંધ હતો.
આ બાબતે ખાતરી કરવા રાજુજીના ઘરે તપાસ કરતા તે પણ 23 ફેબ્રુઆરી 2026 ની રાતથી ગુમ હોવાનું અને તેનો ફોન પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાના પિતાએ શંકા વ્યક્ત કરી છે કે ઠાકોર રાજુજી રંગુજી (રહે. કુણઘેર, બારૈયાપરૂ) તેમની સગીર દીકરીને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. ગુમ થતી વખતે સગીરાએ ગુલાબી કલરનો ડ્રેસ અને કાળું જીન્સ પહેર્યું હતું. પાટણ તાલુકા પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 137(2)મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જીગર પટેલને સોંપવામાં આવી છે.
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
3 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
4 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
4 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
5 દિવસ પહેલા
