રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ18 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ પાલિકાની નોટિસની અવધિ પૂણૅ થતાં જ પાલિકા તંત્ર દ્વારા વૈદ ટાઉનશીપ માગૅ પરના દબાણો દુર કરાયા

પાટણ પાલિકાની નોટિસની અવધિ પૂણૅ થતાં જ પાલિકા તંત્ર દ્વારા વૈદ ટાઉનશીપ માગૅ પરના દબાણો દુર કરાયા
માગૅ પરના દબાણો દુર કરી માગૅને ખુલ્લો કર્યો જાહેર માગૅ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની વેદ ટાઉનશિપમાં રોડ પરના ગેરકાયદેસરના દબાણો પાલિકાની નોટિસ આપ્યાં બાદ પણ રહિશો દ્વારા સ્વૈચ્છીક રીતે દુર નહિ કરાતા અને બુધવારે નોટિસની અવધિ પૂણૅ થતાં પાલિકા તંત્ર દ્વારા જરૂરી કાફલા સાથે જેસીબી મશીન ની મદદથી આ માગૅ પરના દબાણો દુર કરી માગૅને ખુલ્લો કરવામાં આવતાં જાહેર માગૅ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ બાબતે સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની વૈદ ટાઉનશીપ સોસાયટી ના  26 જેટલા રહીશો દ્રારા માગૅ પર ઓટલા અને ઢાળના દબાણો કરી માગૅને સાંકડો બનાવ્યો હોવાની રજુઆત પગલે પાલિકા દ્વારા ઉપરોક્ત દબાણકારોને નોટિસની બજવણી કરી સમય મયૉદામા ગેરકાયદેસરના દબાણો સ્વૈચ્છીક રીતે દુર કરવા આદેશ કર્યો હતો. પરંતુ નોટિસ મળ્યાં બાદ પણ દબાણકતૉ રહીશોએ પોતાના દબાણ સ્વૈચ્છીક રીતે દુર ન કરતાં અને બુધવારે નોટિસની અવધિ પૂણૅ થતાં પાલિકા તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી વૈદ ટાઉનશીપ સોસાયટીના માગૅ પરના ઓટલા અને ઢાળના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરતા માગૅ પરના ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.    

સંબંધિત સમાચાર