ભારે વાહનોના પ્રવેશવાના શહેરની ટ્રાફિક સમસ્યા જટિલ બનતા શહેરીજનોને ભોગવવી પડતી હાલાકી પાટણ શહેરમાં લાગુ કરાતા સરકારના મોટાભાગના નિયમોનું લોકો દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાના દ્રશ્યો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજાથી મુખ્ય બજાર માર્ગ પર અને સુભાષચોકથી શહેરના જુનાગજ બજારમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ભારે વાહનો પર પ્રવેશ બંધીનું જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવા છતાં પણ શહેરના ઉપરોક્ત બંને માર્ગો પર અવાર નવાર ભારે વાહન ચાલકો પ્રવેશ કરી ટ્રાફિકની સમસ્યા ઉદભવતા હોય છે. જેના કારણે નાના વાહન ચાલકો અને રાહદારીઓ સહિત શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ ન કરાવતા હોવાના કારણે આવા ભારે વાહન ચાલકો પોતાની મનમાની ચલાવી ઉપરોક્ત માર્ગ પર પોતાના વાહનો લઇ પસાર થતા હોવાના કારણે શહેરની ટ્રાફિક સમસ્યા જટીલ બની રહી છે.ત્યારે તંત્ર દ્વારા સરકારી જાહેરનામાનું ચુસ્ત પાલન કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ અને જૂનાગંજ બજારમાં ભારે વાહનો પર પ્રતિબંધનું સરેઆમ ઉલ્લંઘન

સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
