રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી

પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી

પાલનપુરની પરિણીતાએ ગળે ટૂંપો ખાઈ કર્યો આપઘાત પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના પિયરીયાના આક્ષેપો: પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, પ્રેમલગ્નના એક વર્ષના સમય ગાળામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે પતિ ના શારીરિક માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના આક્ષેપો પિયરીયાઓએ કર્યો હતો. 

ડીસા તાલુકાના દામાં ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંકની  26 વર્ષીય પુત્રી અનિતાએ  ઇકબાલ ગઢના મહાદેવીયા ગામના ભરત બાબુજી સોલંકી સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે શાશ્વત બંગ્લોઝમાં રહેતા હતા. જ્યાં ગઈકાલે અગમ્ય કારણોસર પરણીતા અનિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલમાં ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અગાઉ પરણિત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે અનિતા પાસે દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. અને  કોઈ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરીયાઓ એ કર્યા હતા. જોકે, સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહિ તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતા પરણીતા ને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે, મૃતક પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોઇ પિયરીયા ઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર