અમીરગઢ કિસાનોની પડતર માંગણીને લઈ મામલતદારને આવેદન આપ્યું

જૂની પડતર માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
કમોસમી વરસાદ અને વધુ કે ઓછા વરસાદને લીધે જ્યારે ત્યારે ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આખરે ખેડૂતને નુકશાન તો ભોગવવુજ રહ્યું. પરંતુ કેટલીક વાર સરકાર ખેડૂતોને રાહત આપી તેમનો બોજો હળવો કરતી હોય છે. ત્યારે આજરોજ અમીરગઢ ખેડૂતોએ જૂની પડતર માંગણીઓને લઈ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નિયત સમયમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેડૂતોને વરસાદે મગફળી રાઈ જીરું વરિયાળી બાજરી સહિતના પાકોને નુકશાન થયું છે. ત્યારે તેના ઘણા ખરા સર્વે હજુ સુધી કરવામાં આવ્યા નથી. તેને જલ્દીથી કરવામાં આવે અને અન્ય માંગણીઓ પણ જલ્દીથી પૂરી થાય અને તેનું નિરાકરણ કરવામાં આવે જેથી ખેડૂતોને સહાય થઈ શકે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
