રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 મે, 2025| Super Admin

અંબાજી; માઇભકતોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી

અંબાજી; માઇભકતોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા માં જગતજનની અંબાના ધામમાં વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા હતા. મુખ્ય પૂજારી ભટજી મહારાજે મંગળા આરતી કરી. આદિવાસી સમાજના લોકો ઢોલ સાથે મંદિરે પહોંચ્યા હતા. 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગ્રીષ્મ ઋતુ દરમિયાન માતાજીની ત્રણ વાર આરતી અને શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે. દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી પગપાળા સંઘ સાથે આવે છે. આજે વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં આખો દિવસ ભક્તિમય માહોલ રહ્યો હતો. અહીં આવતા ભક્તો માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. જે ભક્તિભાવનું અનોખું ઉદાહરણ છે.  

સંબંધિત સમાચાર