રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આતંકી હુમલાની આશંકાએ દેશના તમામ એરપોર્ટ દસ દિવસ માટે હાઈએલર્ટ પર

આતંકી હુમલાની આશંકાએ દેશના તમામ એરપોર્ટ દસ દિવસ માટે હાઈએલર્ટ પર
 એલર્ટ ૨૨ સપ્‍ટેમ્‍બરથી લઈને ૨ ઓક્‍ટોબર સુધી રહેશેઃ સિવિક એવિએશન મીનીસ્‍ટ્રીની સિક્‍યુરીટી વિગ દ્વારા ચોથી ઓગસ્‍ટે જ આ સૂચના જારી કરવામાં આવી હતી દેશનાં તમામ ઍરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્‍દ્રીય ગુપ્ત એન્‍જસીઓએ આતંકવાદી હુમલાઓને લઈને આ એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટ ૨૨ સપ્‍ટેમ્‍બરથી લઈને ૨ ઓક્‍ટોબર સુધી રહેશે. સિવિક એવિએશન મીનીસ્‍ટ્રીની સિક્‍યુરીટી વિગ દ્વારા ચોથી ઓગસ્‍ટે જ આ સૂચના જારી કરવામાં આવી હતી. જેમાં તમામ એરપોર્ટ, એરસ્‍ટ્રિપ, હેલીપેડ. ફલાઈંગ સ્‍કૂલ અને ટ્રેનીંગ સંસ્‍થાઓમાં સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. આ સૂચનામાં જણાવાયું છે કે, કેન્‍દ્રીય સુરક્ષા એજન્‍સી પાસેથી મળેલી માહિતીનુસાર આતંકવાદી અથવા અસામાજિક તત્‍વો દ્વારા સંભવિત ખતરાની આશંકા છે. આ સ્‍થિતિમાં કોઈપણ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે તમામ સ્‍થળોએ હાઈ લેવલ તકેદારી અને સર્વેલન્‍સ રાખવું હિતાવહ છેઃ એરપોર્ટ ટર્મિનલ, પાર્કિગ સ્‍પેસ, પેરીમીટર ઝોન ઉપરાંતના તમામ સંવેદનશીલ એરિયામાં સતત પેટ્રોલિગ અને સર્વેલન્‍સની પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ સીસીટીવી સીસ્‍ટમને નોન-સ્‍ટોપ એક્‍ટિવ મોડમાં રાખવામાં આવશ તમામ કર્મચારીઓ, ઠેકેદારો અને મુલાકાતીઓની ઓળખની કડક તપાસ કરવામાં આવશે. સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય માલસામાન અને ટપાલને ક્‍લીઅર કરતા પહેલાં વિશેષ તપાસ પણ હવે ફરજીયાત થવાની છે. આ સૂચના સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારના એરક્રાફટ ઓપરેટરને લાગુ પડે છે. કમર્શિયલ એરક્રાફટમાં પણ લોડિગ કરતા પહેલાં તમામ માલસામાન અને ટપાલની કડક તપાસ કરવાની રહેશે. મેલ પાર્સલ માટે સ્‍ક્રિનિગનાં તમામ જરૂરી પગલાં તમામ સ્‍ટેશનો પર સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય શિપમેન્‍ટ બંનેને લાગુ પડે છે. આવા સંજોગોમાં એરપોર્ટ ડિરેક્‍ટરોએ એરલાઇન પેસેન્‍જર સર્વિસ કમિટીની વિશેષ બેઠકો બોલાવી શકે છે.      
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર