રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમદાવાદ; દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે

અમદાવાદ; દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે

અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રાની ઉજવણી થાય છે. આ વર્ષે 12 જૂનના રોજ શહેરમાં એરઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રથયાત્રાને લઈને અફવાઓનું બજાર ગરમ હતું. એવું ચર્ચાઈ રહ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થઈ શકે અથવા તો રથયાત્રા રદ થઈ શકે તેવી અટકળોનો આજે અંત આવ્યો છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. જગન્નાથજીની રથયાત્રા 148 વર્ષથી નીકળે છે એ જ રૂટ ઉપર નીકળશે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અકસ્માત છે. આ ઘટનાને લઈને પીડિત લોકો પ્રત્યે અમારી સંવેદના છે. પરંતુ આગામી 27 જૂનના રોજ નીકળતી રથયાત્રાને લઈને જે અફવાઓ ચાલી રહી છે. અમે તેનું ખંડન કરીએ છીએ. કારણ કે રથયાત્રાએ કોઈ મનોરંજનની યાત્રા નથી. આ તો ભક્તિનો અનેરો અવસર છે. વધુમાં તેમણે કહ્યું કે રથયાત્રાના દિવસ એ ભગવાનની ભક્તિ કરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી નગરચર્યાએ પરિભ્રમણ કરી છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કેમકે ભગવાન પોતાના ભક્તોના દ્વાર પર જાય છે. એટલે આ દિવસે ભક્તોએ ભજન કરી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવું. આ દિવસનો ભક્તો પણ ભગવાનની રાહ જોતા હોય છે કે કયારે ભગવાન તેમના દ્વાર પર આવશે. તેમના દર્શન કરી આપણે આત્મિક અંશાતિ દૂર કરીએ.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર