રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ

RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ
DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ : આ મામલે DEO એ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નકલી ડોક્યુમેન્ટ થકી ખાનગી શાળામાં એડમિશન મેળવતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં ખોટા જાતિ અને આવકાના દાખલા રજૂ કરાતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે DEOએ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે.જેના માટે જરૃરી ડોક્યુમેન્ટ અને આવક મર્યાદાના ધ્યાને લેવામાં આવે છે, ત્યારે અમદાવાદની ખાનગી શાળામાં ૨૫ જેટલાં વાલીઓએ ખોટી આવક બતાવીને પોતાના બાળકોના એડમિશન મેળવ્યા હોવાને લઈને શાળાએ DEOને પૂરાવા રજૂ કર્યા હતા.સમગ્ર મામલે DEO ની કચેરી ખાતે ૨૫માંથી ૫ વાલીઓની સુનાવણી થઈ હતી. જેમાં પાંચેય વાલીઓની આવક રૃ.૬ લાખથી વધુ હોવાની જણાઈ હતી. આ પછી DEO એ વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવા શાળાને આદેશ કર્યા છે.તમને જણાવી દઈએ કે, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીની આવકમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે રૂ.૬ લાખની આવક મર્યાદા છે. જેમાં સૌથી ઓછી આવક ધરાવતા કુટુંબના બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર