રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 જૂન, 2025| Super Admin

પાટણમાં ૨૩ જેટલા ધાર્મિક સ્થળો ના દબાણો દૂર કરવા પાલિકા દ્વારા આપેલ નોટિસના પગલે આપ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું

પાટણમાં ૨૩ જેટલા ધાર્મિક સ્થળો ના દબાણો દૂર કરવા પાલિકા દ્વારા આપેલ નોટિસના પગલે આપ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું

એક પણ ધાર્મિક સ્થળ અને નુકસાન થશે તો જલદ કાર્યક્રમો આપવાની ચિમકી પાટણમાં ૨૩ ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસ મામલે શનિવારે આપ પાર્ટીએ નગરપાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી ચિફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું અને ચિમકી ઉચ્ચારી હતી કે જો એક પણ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે તો જલદ આંદોલન કરવામાં આવશે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકાએ શહેરના ૨૩ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાની નોટિસ આપી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યુ હતું. નગરપાલિકાએ આ ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટને ૧૫ દિવસની અંદર જમીનની માલિકી અને બાંધકામની મંજૂરીના આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. જો આ સમયમર્યાદામાં પુરાવા રજૂ નહીં થાય તો દબાણો દૂર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ એક ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. અહીં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે અને સૌ સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. શહેરમાં બધા ધર્મોના અનોખા ધાર્મિક સ્થાપત્યો આવેલા છે, જે પાટણનું ગૌરવ છે. પાર્ટીએ માંગ કરી છે કે નગરપાલિકાએ આપેલી તમામ નોટિસો પાછી ખેંચવામાં આવે. કોઈપણ ધાર્મિક સ્થળને નુકસાન ન પહોંચશે તો આમ આદમી પાર્ટી દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

સંબંધિત સમાચાર