રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત18 એપ્રિલ, 2025| Super Admin

જગાણા માં યુવક પર લોખંડની પાઇપ વડે કરાયેલા હુમલાથી હેમરેજ થતાં ચકચાર

જગાણા માં યુવક પર લોખંડની પાઇપ વડે કરાયેલા હુમલાથી હેમરેજ થતાં ચકચાર

સાત વર્ષ અગાઉ શેરીમાં કૂતરા કાઢવા બાબતે થયેલી માથાકૂટમાં હુમલો કરાયોચ પાલનપુર તાલુકાના જગાણા ગામે સાત વર્ષ અગાઉ થયેલી માથાફૂટનું મનદુઃખ રાખીને એક યુવકના માથાના ભાગે લોખંડની પાઇપ વડે હુમલો કરવામા આવ્યો હતો જેને લઇ ઇજાગ્રસ્ત યુવકને હેમરેજ થતા તેને હોસ્પીટલ દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુર તાલુકાના જગાણા ગામે રહેતા કેશરભાઇ ગુલાબજી ઠાકોરને સાત વર્ષ અગાઉ ગામના તેજસ વિરસંગજી ઠાકોર સાથે શેરીમાં કૂતરા કાઢવા મામલે માથાકૂટ થઇ હતી જેનું મનદુઃખ રાખી તેજસ ઠાકોરે કેશરભાઇ ને આજે તને પૂરો કરી દેવો છે તેમ કહી બાઇકમાંથી લોખંડની પાઇપ નીકાળી કેશરભાઈના માથામાં મારી હતી જેને લઇ તેઓ ઢળી પડતાં આ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા આ હુમલાનાં કારણે તેને હેમરેજ થતા સારવાર શરૂ કરવામાં આવી છે અને બનાવ અંગે હુમલો કરનાર ઇસમ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર