રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ-નેદ્રા માગૅ પર ઈકો કાર અને લકઝરી વચ્ચે અકસ્માત સર્જાતા ડેરના યુવાનનું મોત નિપજ્યું

પાટણ-નેદ્રા માગૅ પર ઈકો કાર અને લકઝરી વચ્ચે અકસ્માત સર્જાતા ડેરના યુવાનનું મોત નિપજ્યું
બનાવના પગલે અધિકારીઓ અને પોલીસ તંત્ર ધટના સ્થળે દોડી આવ્યું; પાટણ પંથકના હાઈવે માગૅ પરથી પુરઝડપે અને ગફલતભરી વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો બનતા અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાંધણ છઠના દિવસે  પાટણ-નેદ્રા રોડ ઈકો કાર અને લક્ઝરી બસ વચ્ચે  અકસ્માત સર્જાતાં એકનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતના બનાવાની મળતી હકીકત મુજબ રાંધણ છઠ્ઠના દિવસે પાટણ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ડેર ગામથી આવી રહેલી ઈકો કાર વચ્ચે નેદ્રા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મૃતક ડેર ગામના ગિરિરાજસિંહ રામસિંહ દરબાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માગૅ પર એકત્ર થયેલા લોકોને દુર કરી મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર