દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે ત્રણ ટી20 અને ત્રણ ઓડીઆઈ મેચની શ્રેણી રમશે. હવે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી20આઈ મેચ 10 ઓગસ્ટના રોજ ડાર્વિનના મારારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ પહેલી ટી20આઈ મેચ પણ હશે. આ પહેલા આ ગ્રાઉન્ડ પર એક પણ ટી20આઈ મેચ રમાઈ નથી. ડાર્વિનમાં આવેલું મારારા ક્રિકેટ સ્ટેડિયમ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલું એક આઉટડોર સ્ટેડિયમ છે. મેદાન લીલુંછમ અને સપાટ છે. તે ઓસ્ટ્રેલિયાના એવા થોડા સ્ટેડિયમોમાંનું એક છે જ્યાં ડ્રોપ-ઇન પિચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, આ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને આધુનિક સ્ટેન્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. મરારા ક્રિકેટ સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ અને ચાર વનડે રમાઈ ચૂક્યા છે. અહીં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2008માં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી, જ્યારે બંને ટીમોએ એક વનડે મેચ રમી હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ 73 રનથી જીત મેળવી હતી. હવે 17 વર્ષ પછી આ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, જે અહીં રમાનારી પહેલી T20I મેચ પણ હશે. ટી20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન મિશેલ માર્શ છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન મેક્રમ છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે ફક્ત થોડા બોલમાં મેચનો રસ્તો બદલવામાં માહિર છે. ઓસ્ટ્રેલિયા પાસે મિશેલ માર્શ, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ અને જોસ ઇંગ્લિસ જેવા મજબૂત બેટ્સમેન છે. બીજી તરફ, આફ્રિકન ટીમ પાસે કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી ન્ગીડી જેવા બોલરો છે.
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
આ મેદાન પર પહેલીવાર રમાશે T20I મેચ, 17 વર્ષ પછી જોવા મળશે આવી અજાયબી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
રમતગમતફિક્સિંગ તપાસ બાદ PCB દ્વારા મોહમ્મદ રિઝવાનને રાહત
2 કલાક પહેલા
રમતગમતસુનીલ ગાવસ્કરનો ટીમ ઈન્ડિયાને કડક સંદેશ: હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાનું બંધ કરો
7 કલાક પહેલા
રમતગમતIND vs WI 5મી T20I: વરસાદને કારણે પાંચમી T20I રદ
11 કલાક પહેલા
રમતગમતIND vs WI 5મી T20I: વરસાદને કારણે પાંચમી T20I રદ
14 કલાક પહેલા
