રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જાન્યુઆરી, 2025| Super Admin

જિલ્લા રોજગાર કચેરી,પાલનપુર દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને ભરતી મેળાનું આયોજન કરાયું

જિલ્લા રોજગાર કચેરી,પાલનપુર દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને ભરતી મેળાનું આયોજન કરાયું
પ્રોજેક્ટ સપનું અંતર્ગત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ કાર્યક્રમ ઔદ્યોગિક ભરતી મેળામાં 61 ઉમેદવારોને મળી નોકરીની ઓફર: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પાલનપુર અને આઇ.ટી.આઈ.લાખણીના સંયુક્ત ઉપક્રમે આઇ.ટી.આઈ.લાખણી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતીમેળામાં મુંદ્રા સોલાર પ્રાઈવેટ લિમિટેડ, કચ્છ વતી નોકરીદાતા હાજર રહયા હતાં. કુલ 189 ઉમેદવારોએ આ ભરતીમેળામાં ભાગ લીધો હતો અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન 61 ઉમેદવારોને નોકરીની ઓફર મળી હતી. આ સાથે રોજગાર કચેરી દ્વારા ગાયત્રી વિદ્યાલય, થરાદ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે "પ્રોજેક્ટ સપનું" અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલરોએ વિદ્યાર્થીઓને RIASEC ટેસ્ટ લઈને તેમની રુચિ, કૌશલ્ય અને વ્યક્તિત્વ અનુસાર કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરાયા હતા. આ બંને કાર્યક્રમોનું આયોજન કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની પસંદગીમાં મદદ કરવાનો અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર અને આઇ.ટી.આઈ., લાખણીના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.

સંબંધિત સમાચાર