પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકો વ્યાજ ખોરોની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવા 32 જેટલા જરૂરિયાત મંદ લોકોને રૂ. 38.49 લાખની લોન અપાવતા લોન મેળવનાર લોકો એ પાટણ એ ડિવિઝન પોલીસ ની કામગીરી ને પ્રશંસનીય લેખાવી હતી. પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પાટણ જિલ્લા લીડ બેંકના સહયોગથી 32 લાભાર્થીઓને પોતાનો ધંધો વ્યવસાય કરવા માટે કુલે રૂ. 38.49 લાખની લોન ધિરાણનાં ચેકોનું વિતરણ કરાયું હતું. પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં તાલુકા પંચાયતની પાછળ આવેલી ડીવાયએસપીની કચેરી ખાતે ડીવાયએસપી પંડયા, એ ડિવિઝન પીઆઈ સહિત લીડ બેકના અધિકારીની ઉપસ્થિત મા આ ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં.
વ્યાજખોરોની ચુંગલ માથી લોકોને બચાવવા પાટણ એ ડિવિઝન પોલીસે 32 જરૂરિયાત મંદ લોકોને રૂ.38.49 લાખની લોન અપાવી

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
