રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા24 જૂન, 2026| Super Admin

ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સીટી, ખેડબ્રહ્મા ખાતે કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના અધ્યક્ષસ્થાને ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકના અધ્યક્ષ ડૉ. એસ.ડી.સોલંકીએ રાસાયણિક નિર્ભરતા ઘટાડી કૃષિ પરિસ્થિતિતંત્રની સ્થિરતા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ વિકસાવવા પર ભાર મૂક્યો હતો, તેમજ જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન  અને વાપસા પદ્ધતિના પ્રસાર માટે વિશેષ અભિયાન ચલાવવા સૂચન કર્યું હતું.કાર્યક્રમમાં કેન્દ્રના વડા શ્રીમતી શિલ્પાબેન પી. રાઠોડે સંસ્થાનો પ્રગતિ અહેવાલ અને આગામી વર્ષનું આયોજન વિગતવાર રજૂ કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ખેડૂતોમાં ટકાઉ અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ તેમજ તાલીમ વધારવા બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં યુનિવર્સીટીના સંશોધન નિયામક ડૉ.એચ.એસ.ભદોરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.પી.એસ.પટેલ, કુલસચિવ ડૉ. પી.ટી. પટેલ સહિત વિવિધ સંશોધન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, સાબરકાંઠા જિલ્લાના ખેતી તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓ, એન.જી.ઓ. પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#sabarkantha#KhedBrahma

સંબંધિત સમાચાર