પાલનપુરમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો

પોલીસે ચાર સામે ગુનો નોંધી હાજર ન મળી આવેલ વ્યક્તિઓની શોધ ખોળ હાથ ધરી કરી; પાલનપુર હનુમાન ટેકરી સર્વિસ રોડ પર એક શખ્સ ઓનલાઇન જુગાર રમતો હોવાની પશ્ચિમ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી એક શખ્સને ઝડપી ચાર સામે ગુનો નોંધી હાજર ન મળી આવેલ વ્યક્તિઓની શોધખોળા હાથ ધરી છે.
પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે પાલનપુર હનુમાન ટેકરી સર્વિસ રોડ ઉપર એક શખ્સ મોબાઇલમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન જુગાર રમી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરી જુગાર રમતા અમિતભાઈ નરોત્તમભાઈ નાઇ મૂળ ગામ કુશ્કલ હાલ રહે શુકનવિલા દેવપુરા તાલુકો પાલનપુર ને ઝડપી લીધો હતો. તે આઈડી થી ક્રોમ બ્રાઉઝર માં બુકફેર નામની વેબસાઈટમાં ક્રિકેટનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે રૂપિયા એક લાખનો મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પરેશભાઈ ચૌધરી રહે છાપી તાલુકો વડગામ, દિનેશભાઈ જીવરામભાઇ જુડાલ રહે કુશ્કલ તા.પાલનપુર અને રાજુભાઈ મફાભાઈ દેસાઈ રહે. ચંડીસર તાલુકો પાલનપુર હાજર ન મળી આવ્યા હતા. જેથી પોલીસે એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનો કરવા અંગેની ફરિયાદ દાખલ કરી હાજર ન મળી આવેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે.
ટેગ્સ:#Palanpur#arrest#legal action#Online Gambling#Criminal Investigation#Police Raid#Missing Persons#Gambling Laws#Cricket Betting#Mobile Gambling
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
2 દિવસ પહેલા
