- હોમ
- /Uncategorized
- /અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.
સંબંધિત સમાચાર
Uncategorizedપાલનપુરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા લાંબી લાઈનો જોવા મળી
1 વર્ષ પહેલા
Uncategorizedકોલકાતામાં બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ આરોપી નકલી દસ્તાવેજોના સહારે રહેતો હતો
1 વર્ષ પહેલા
Uncategorizedફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી તમિલનાડુમાં ભૂસ્ખલન 7 લોકો કાટમાળ નીચે દટાયા
1 વર્ષ પહેલા
Uncategorizedડીસા જુનાડીસા રોડના સર્યુંનગર નજીક ગંદા પાણીનો ભરાવો વાહન ચાલકોને ભારે હાલાકી
1 વર્ષ પહેલા

