વહીવટી તંત્રના અધિકારીઓની સ્થળની મુલાકાત છતાં પરીસ્થીતી જૈસે થે ડીસાથી જુનાડીસા રોડ ઉપર આવેલ સરયુનગર જતા મહાદેવજી મંદિરના આગળ મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ભુગર્ભ ગટરની અભાવે ગટરના ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યારે આ રસ્તા ઉપર શાળાના વિદ્યાર્થીઓએ સહિત હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યારે લોકોને પાણીમાંથી પસાર થવો કઠિન પડી રહે છે. ત્યારે શિયાળાની ઋતુમાં આ દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જોકે આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકા લેવલે રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ મામલે સ્થાનિકો ના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર ઉભરાય છે ભરાઈ જાય છે પાણીના કારણે રોગચાળો ફેલાઈ જાય તેવી શક્યતા છે અમે અવાર નવાર ડીસા નગરપાલિકા લેવલે રજુઆત કરી હોવા છતાં પણ આ મામલે પાલિકા દ્વારા આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.






