ડીસામાં ચેક રિટર્ન કેસમાં ખેડૂતને એક વર્ષની કેદ અને રૂ. ૫.૧૦ લાખના વળતરનો હુકમ

ડીસામાં ચેક રિટર્ન કેસમાં ખેડૂતને એક વર્ષની કેદ અને રૂ. ૫.૧૦ લાખના વળતરનો હુકમ

ડીસાના એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ સામે આવેલી ‘ગણેશ સીડસ કોર્પોરેશન’ નામની પેઢીમાંથી બટાટાના બિયારણની ખરીદી પેટે આપેલો રૂ. ૫,૧૦,૧૨૦ નો ચેક પરત ફરતા, કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી સજા ફટકારી છે.

આ હુકમની વિગતો અનુસાર દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામના ખેડૂત મથુરજી રૂપાજી કુમરેચાએ ગણેશ સીડસ કોર્પોરેશનના પ્રોપરાઈટર મફતલાલ ચમનાજી ટાંક પાસેથી બટાટાનું બિયારણ બાકીમાં ખરીદ્યું હતું. આ બાકી રકમ પેટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો રૂ. ૫,૧૦,૧૨૦/- નો ચેક આપ્યો હતો. જે બેંકમાં જમા કરાવતા ‘અપૂરતા ભંડોળ’ ના શેરા સાથે પરત ફર્યો હતો.જે મામલે મફતલાલ ચમનાજીએ કોર્ટના દ્વાર ખખડાવેલા. જે બાબતનો કેશ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીના વકીલ એચ. જે. સુમરાની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી, અદાલતે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ આરોપી મથુરજી કુમરેચાને​ ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને ​ફરિયાદીને વળતર પેટે રૂ. ૫,૧૦,૧૨૦/- બે માસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.​જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની સાદી કેદનો પણ હુકમ કર્યો છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *