કુલ મુદ્દામાલ રૂ 2.50 કરોડના મુદ્દામાલ સિજ઼ કર્યો; બનાસકાંઠા જિલ્લા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંઘ સારસ્વા ની સૂચના થી ભુસ્તર વિભાગ પાલનપુર ની ટિમ છાત્રાડા ગામ વિસ્તારની બનાસ નદી પટમાં વહેલી સવારે ખાનગી વાહનમાં જઈ રેડ કરતા નદી વિસ્તારમાં ઘણા બધા હિટાચી મશીન રેતી ખનન કરવા માટેનું કામ કરી રહ્યા હતા. ત્યારે ઓચિંતાની ખાણ ખનીજ ની ટિમ ને જોઈ રેતી ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. પાલનપુર ભુસ્તર વિભાગની ટીમે જે બિન અધિકૃત ખોદ કામ કરી રહેલા હિટાચી મશીનો કોર્ડન કરી લીધા હતા જેમાં પાચ હિટાચી મશીનો અને ત્રણ ડમ્ફર ઝડપાઈ ગયા હતા.
અને તમામ પાચ મશીનો અને ત્રણ ડમ્ફર ને ઝડપી એક જગ્યા એ લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ મશીનો અને ડમ્ફર એકજ જગ્યા એ સિજ઼ કરવામાં આવ્યા હતા. જો આવીજ રીતે દુદાસણ, શિહોરી નદી વિસ્તાર રાનેર જામપુર જેવા વિસ્તારોમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો કરોડો નું રેતી ખનન ઝડપાય.