ઊંઝા હાઈવે પરથી ગાંધીનગર રેન્જ પોલીસે પસાર થઈ રહેલ ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

ઊંઝા હાઈવે પરથી ગાંધીનગર રેન્જ પોલીસે પસાર થઈ રહેલ ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

કુલ 1165 બોટલ કિ રૂ 3.21 લાખના વિદેશી દારૂસાથે એક ઇસમ ઝડપાયો; ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ ટ્રકમાંથી ગાંધીનગર રેન્જ પોલીસે નીલકંઠ પ્લાસ્ટિક ઓફ પેરિસ પાવડરની કોથળીઓની આડ્શમાં લવાતો મસમોટો વિદેશી દારૂની બોટલો નંગ 1165 કિ રૂ 3.21 લાખ તેમજ ટ્રક કિ રૂ 13,00,000 નીલકંઠ પ્લાસ્ટ ઑફ પેરિસ પાવડરની કોથળીઓ નંગ 458 કિ રૂ 54960 મળી કુલ રૂ 16,48 ,423 ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર રેન્જ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાબિરખાન હારૂનરસીદ ને ખાનગી બાતમી મળેલ કે એક અશોક લેલન્ડ કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર ભારતિય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરી ટ્રક પાલનપુરથી સિદ્ધપુર થઈ મહેસાણા તરફ પસાર થનાર છે. જેને લઇ ગાંધીનગર રેન્જ પોલીસે ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી રાખી હતી દરમિયાન સદર ગાડી આવતા તેને રોકી તલાશી લેતા ગાડીમાંથી વીદેશી દારૂની બોટલો નંગ 1165 કિ રૂ 3,21,173 તેમજ ટ્રક કિ રૂ 13,00, 000અને નીલકંઠ પ્લાસ્ટ ઑફ પેરિસ 458  કિ રૂ 54960 તેમજ રોકડ રકમ મળી કુલ રૂ 16,78,423 ના મુદામાલ સાથે રામ નારાયણ હરચંદરામ બિશનોઈ રહે ફ્લોદી જી જોધપુર ખારા સામે પ્રોહિબેસન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *