રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
Uncategorized5 નવેમ્બર, 2024| Super Admin

બેવડી ઋતુ : ગુજરાતના સુરત શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો

બેવડી ઋતુ : ગુજરાતના સુરત શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
ગુજરાતના સુરત શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. શહેરમાં બેવડી ઋતુની અસરથી સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. તેમાં સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 600 કેસ નોંધાયા છે જેમાં છેલ્લા સપ્તાહમાં 24 હજાર OPD નોંધાઈ છે. દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા હતા ઉલ્લેખનીય છે કે દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા હતા. હાલમાં રાજયમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમાં બપોરે ગરમી અને સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજની 1500થી વધુની ઓપીડી નોંધાઇ રહી છે. તેમજ ઇમરજન્સી કેસમાં પૂરતો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય રખાયો છે. વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા અને ત્યાર બાદ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સાફસફાઈનો અભાવ જોવા મળે છે તેથી મચ્છર વધુ પ્રમાણમાં જોવા મળે છે તેથી વાયરલની કેસ સામે આવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર