રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા12 ડિસેમ્બર, 2025| Super Admin

મુડેઠાના યુવક પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી કાર પડાવી લીધી

મુડેઠાના યુવક પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી કાર પડાવી લીધી
જુના નેસડાના શખ્સ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ ડીસા તાલુકાના મુડેઠાના યુવક પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી કાર પડાવી લીધી હતી. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે નેસડા નવાના શખ્સ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકાના મુડેઠા ગામના શીવુભા ઉદેસિંહ રાઠોડ પાસે નેસડા નવાના ગોવિંદસિંહે કાર છોડાવવાના ખર્ચા તરીકે પહેલા રૂપિયા 5,000 માગ્યા હતા. પરંતુ બાદમાં આ રકમ વધારીને સીધી રૂપિયા 50,000ની માંગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો વિદેશી દારૂના ખોટા ગુનામાં ફસાવી દેશે તેવી ખુલ્લી ધમકી આપી હતી. આ ઉપરાંત ડસ્ટર કાર પડાવી લીધી હતી. જે પરત આપવા માટે ફરીથી રૂપિયા 50,000 માંગવામાં આવ્યા હતા અને ગાડી હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે શીવુભા રાઠોડે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર