બનાસકાંઠા સહિત વાવ થરાદમાં ફરી એક ‘કાતિલ ઠંડી’નો રાઉન્ડ શરૂ

જીલ્લામાં પવનના સુસવાટા સાથે તાપમાનમાં એક દિવસમાં ૬ ડીગ્રીનો ઘટાડો થતાં પ્રજાજનો ઠુઠવાયા
ડીસામાં સીઝનનું પ્રથમવાર સૌથી નીચું તાપમાન ૮.૪ ડિગ્રી થવા પામ્યું
શિમલા–કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા ને લઇ બનાસકાંઠા સહિત ગુજરાતમાં વધુ એક કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ૬ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પવનની ગતિ પણ પ્રતિ કલાકે ૧૦ થી ૧૨ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેની અસ નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું.છે આ ઉપરાંત ડીસામાં 8.4, અમરેલીમાં 9.4, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે દિવસનું તાપમાન 29થી 30 ડિગ્રી અને રાત્રિનું તાપમાન મોટાભાગે 15 ડિગ્રી આસપાસ રહે છે આ તરફ ઉત્તર ભારતમાં શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. કાશ્મીરમાં ભારે બરફવર્ષા થવા પામી છે જેથી તેની અસર હેઠળ મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.
ડીસામાં ઠંડીથી લોકો ઠુંઠવાતા તાપણાનો સહારો લીધો
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી સૂસવાટા ભર્યા ઠંડા પવનો સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણાનો સહારો લીધો છે. હાડ થીજવતી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. જ્યારે ઠંડીથી રવિ પાકોમાં બટાકા, રાયડો જેવા અન્ય પાકોને ફાયદો તો ક્યાંક નુકસાન પણ થઈ રહ્યું છે.
ટેગ્સ:#Banaskantha#Deesa#snowfall#Vav Tharad#Rabi crops#killer cold-#lowest temperature#cold weather
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
2 દિવસ પહેલા
