રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 માર્ચ, 2026| Super Admin

બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપૉસ્ટ પરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપૉસ્ટ પરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર શનિવારે મોડી રાત્રે પાંથાવાડા પીઆઇ એમ બી બારડ અને તેમનાં પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી આઇશર ગાડી નંબર TG 08 U 6731માંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન આઇશર ગાડીમાંથી કુલ 3,888 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16,53,312 આંકવામાં આવી છે. ઉપરાંત આઇશર ગાડી સહીત કુલ રૂ. 31,63,312નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ગાડીના પાછળના ભાગને ખાલી દર્શાવી ઉપર લોખંડની ઇંગલો ગોઠવી નીચે પ્લાસ્ટિક તાડપત્રી લગાવી તેની વચ્ચે દારૂની પેટીઓ છુપાવી રાખવામાં આવી હતી. ગુજરાત તરફ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ દરમિયાન પોલીસે જથ્થો ઝડપ્યો હતો. જો કે, આઇશર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર