સરદાર કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કર્યું શાનદાર પ્રદર્શન

સરદાર કૃષિ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. જુનાગઢ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં કુલ 15 યુનિવર્સિટીઓના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
યુનિવર્સિટીની ટીમે ક્રિકેટ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાન અને વોલીબોલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ સિદ્ધિ માટે કુલપતિ ડો. આર. એમ. ચૌહાણે તમામ ખેલાડીઓ અને વિદ્યાર્થી કલ્યાણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ મહોત્સવમાં સરદાર કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા બદલ વિદ્યાર્થી કલ્યાણ વિભાગના નિયામક અને તેમની ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે સફળતા મેળવી હતી.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
22 કલાક પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
23 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
1 દિવસ પહેલા
