વાવ તાલુકાના ભાટવરવાસ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં થતી ગેરરીતિઓ ના મુદ્દે ગામના જાગૃત નાગરિક કેતનભાઈ શામજી ભાઈ ગોહિલે આરોગ્ય કમિશનર ગાંધીનગર તેમજ પી.એમ. ઓ અને સી.એમ.ઓ ખાતે લેખિત માં રજુઆત કરી ન્યાયની માંગ કરી છે. જેમાં જણાવ્યું છે. કે વાવ તાલુકાના ભાટવરવાસ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ચાલતી રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલવામાં આવતી નથી. ખોટા ઠરાવો એજન્ડા લાવી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુ માં પ્રા.આરોગ્ય કેન્દ્રમાં જાહેરાત વિના વર્ગ 4 ની ભરતી ઓ કરવામાં આવી રહી છે. જે મુદ્દે ફોજદારી ગુનાની માંગ કરાઈ છે. ઇમરજન્સી સારવાર માટે સગર્ભા માતાઓ રીફર કરવા માટે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ પ્રા.આરોગ્ય કેન્દ્ર માં જોવા મળતી નથી. સ્ટાફની ગેરહાજરી રહેતી હોવાથી બાયોમેટ્રિક જિલ્લા રાજ્ય લેવલ થી સેટ કરી તપાસ કરવામાં આવે તેમજ પ્રા.આરોગ્ય કેન્દ્ર માં લેબોરેટરી હોવા છતાં બહારની પ્રાઇવેટ લેબમાં દર્દીઓને મુકવામાં આવે છે. આ મુદ્દે અગાઉ મૌખિક રજુઆત કરાઈ હતી.પરંતુ સ્થાનિક અધિકારીઓએ તપાસ કરતાં ન્યાય મળેલ નથી. જેથી આ બાબતની તપાસ કોઈ ઉચ્ચ અધિકારીઓ સોંપી નિષ્પક્ષ તપાસ કરવાની અરજદારે માંગ કરી છે. જો યોગ્ય ન્યાય નહિ મળે તો હાઈ કોર્ટમાં જી ન્યાયની માંગ કરવાનું જણાવ્યું છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવ ના ભાટવરવાસ પ્રા. કેન્દ્રમાં થતી ગેરરીતિ ઓના મુદ્દે આરોગ્ય કમિશનર ને લેખિત રજુઆત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav taluka#Investigation Demand#Health Irregularities#Bhatwarvas Pvt. Health Center#Health Commissioner#Patient Welfare Committee#Misuse of Grants#Class 4 Recruitment Issues#Ambulance Availability#Staff Shortages#High Court Justice
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
