થરા માર્કેટયાર્ડના સુકાનીઓનું કોકડું ૮ સપ્ટેમ્બરે ઉકેલાશે ?

આગામી બનાસ ડેરી અને સ્થાનિક જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં અસર વર્તાશે ?
ચેરમેન અને વા.ચેરમેન પદ માટે અનેક દાવેદારોને લઈ જિલ્લાના સહકારી - રાજકીય ક્ષેત્રે ઉત્તેજના
બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટયાર્ડના સુકાનીઓના ગૂંચવાયેલા કોકડાને લઈ સહકારી - રાજકીય ક્ષેત્રે ભારે ચહલપહલ અને ઉત્તેજના જોવા મળી રહી છે. થરા માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપના બે જૂથોની લડાઈમાં ભાજપ મેન્ડેડ પરિવર્તન પેનલનો ગત તારીખ ૦૧/૦૭/૨૦૨૫ ના ૧૧/૩ થી વિજય થયો પણ ચેરમેન- વાઈસ ચેરમેનની ચૂંટણીનું કોકડું સતત ગૂંચવાયેલું રહ્યું છે.જેની પાછળ અનેક તર્ક વિતર્કો વચ્ચે જ્યારે બનાસ ડેરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જિલ્લામાં સહકારી -રાજકીય ઉથલપાથલનું ગણિત મંડાઈ રહયું હતું.ત્યાં તા.૩૧/૦૭/૨૦૨૫,તા.૨૧/૦૮/૨૦૨૫ અને હવે તા.૨૦/૯/૨૦૨૫ ના માર્કેટયાર્ડ ચેરમેન -વાઈસ ચેરમેન પદનો પ્રશ્ર્ન ઉકેલાશે તેવી ધારણામાં વળી બધું ડામાડોળ થયું હતું.
છેલ્લા દોઢ બે વર્ષથી સહકારી રાજકીય ક્ષેત્રે સતત ચર્ચાના ચગડોળે રહેલ કાંકરેજ તાલુકાના અગ્રણી વેપારી મથક થરા માર્કેટયાર્ડનો કબજો કરવામાં છેલ્લા 23 વર્ષથી આરુઢ પૂર્વ ચેરમેન અણદાભાઈ રામાભાઇ પટેલની પેનલના વેપારી-ખેડૂત પ્રતિનિધિઓને હરાવી ભાજપની પરિવર્તન પેનલના વેપારી-ખેડૂત પ્રતિનિધિઓએ જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ ચેરમેન વાઈસ ચેરમેન કોણ ? આ બાબતે સતત ચર્ચા થતી રહી છે.અત્યારે થરા માર્કેટયાર્ડનો વહીવટ જિલ્લા રજીસ્ટાર, પાલનપુર હોદ્દાની રૂએ વહીવટદારની જવાબદારી નિભાવી રહયા હતા પણ તેમને પ્રમોશન મળતાં હાલમાં જિલ્લા રજીસ્ટાર પાટણ વહીવટદાર ચુંટણી અધિકારી થરા માર્કેટયાર્ડ તરીકે કાર્યરત છે.અને માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ખેડુત મત વિભાગના ઇશ્વરભાઇ અણદાભાઈ પટેલ તથા વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ અમૃતલાલ અખાણીનું નામ ચૂંટણી પહેલાંથી જ સહકારી ક્ષેત્ર અને જિલ્લામાં ચર્ચાના ચગડોળે રહયું છે.
ચુંટણી પરિણામ જાહેર થયા બાદ બે મહિનાથી વધુ લાંબો સમય પસાર થયો છતાં કંઈ ચહલપહલ જોવા નહીં મળતાં લોકોનું ધ્યાન આવનાર તા. ૨૦/૦૯/૨૦૨૫ પર મંડાયેલ હતું ત્યાં જિલ્લા રજીસ્ટાર પાટણ કમ ચુંટણી અધિકારી થરા માર્કેટયાર્ડએ તા.૩૦/૦૮/૨૦૨૫ ના થરા માર્કેટયાર્ડના ચેરમેન- વાઈસ ચેરમેનની નિયુક્તિ અંગે એજન્ડા નોટિસ જાહેર કરી થરા માર્કેટ યાર્ડના પ્રથમ ટર્મના સભાપતિ (ચેરમેન) ઉપ સભાપતિ (વાઈસ ચેરમેન) ની ચુંટણી આગામી તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ માર્કેટયાર્ડ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે થશે તેવી એજન્ડા નોટિસ માર્કેટયાર્ડના તમામ સભ્યોને આપવામાં આવી છે.ચુંટણી પરિણામ બાદ ચેરમેન પદની રેસમાં ઇશ્વરભાઈ અણદાભાઈ પટેલ,બાબુભાઈ માલાભાઈ ચૌધરી ઉપરાંત લક્ષ્મણભાઈ નાનજીભાઈ પટેલનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યું છે.ચૂંટણીને લઈ હાલ ભાજપ અને સહકાર ક્ષેત્રમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. સહકાર ક્ષેત્રમાં એકહથ્થુ શાશન કરી ચૂંટણીમાં દબદબો રાખવાનો પ્રયાસ સફળ થશે ? અને આ ચૂંટણીની આગામી બનાસ ડેરી અને જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અસર વર્તાશે ? તે સવાલો જિલ્લામાં ચર્ચાના ચગડોળે ચડયા છે.
ચૂંટણીને લઈ ભાજપમાં જ ભારે કસમાકસ
ભાદરવી પૂનમના મેળા વચ્ચે માર્કેટયાર્ડના ચેરમેન- વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર થતાં જ ભાદરવી પૂનમના મેળાના જિલ્લાના રાજકીય કેમ્પોમાં પણ અસર જોવા મળી રહી છે.ત્યારે હવે આઠમી સપ્ટેમ્બરે પ્રથમ ટર્મ માટે ચેરમેન પટેલ -ચૌધરી અને વાઈસ ચેરમેનમાં ઠક્કર -દેસાઈ ?? ને લઈ જિલ્લાના રાજકીય- સહકારી ક્ષેત્રે ભારે ચહલપહલ વધી ગઈ છે.પણ આ કોકડું આઠમી સપ્ટેમ્બરે ઉકેલાશે કે વધુ ગુંચવાશે ? એ તો સમય જ બતાવશે.બાકી હાલમાં તો ચૂંટણીને લઈ ભાજપમાં જ ભારે કસમકસ જોવા મળે છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
8 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
