રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 સપ્ટેમ્બર, 2025| Super Admin

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા
ભાદરવી પૂનમના મેળામાં રોજ 28 લાખ લીટર પાણી આપવાની કરાઈ વ્યવસ્થા પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો દ્વારા સતત મોનિટરિંગ; પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત 24 કલાક પાણીની અવિરત સેવા; અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 28 લાખ લીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેર અજય નગરિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે. અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર અજય નગરિયાએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય દ્વારા 18 લાખ લિટર પાણી પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે તથા 10 લાખ લિટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત પૂરું પાડવામાં આવે છે અને રોજનું કુલ 28 લાખ લીટર પાણી અંબાજી શહેર અને મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળામાં 35 પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. જેમાં અંબાજીથી દાતા રોડ પર 25 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર 4 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ, પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે.આ પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર